________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૫૫
અને પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે; માટે અમે તો એમ જાણીએ છીએ કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરકનિગોદમાં જાય, ત્યાં મોક્ષનું સાધન પણ કયાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન કરવી ?
સમાધાન-એ કહ્યું તે તો સાચું છે પરંતુ માત્ર ભોગના અર્થે પુણ્યની વાંચ્છાનો અત્યંત નિષેધ છે. કારણ કે ભોગના અર્થે પુણ્યની વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અહીં તપશ્ચરણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક-નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની જ વાંચ્છા થઈ-પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુ:ખ માફક જાણે એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com