SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [ ૨૪૯ જીતવાવાળા ખરા સુભટ છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું. હવે તેને સંકોચે છે: एसो दहप्पयारो धम्मो दहलक्खणो हवे णियमा । अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ।। ४०५ ।। एषः दशप्रकार: धर्म: दशलक्षणः भवेत् नियमात् । अन्य: न भवति धर्म: हिंसा सूक्ष्मा अपि यत्र अस्ति ।। ४०५ ।। અર્થ:- આ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય તે ધર્મ નથી. ભાવાર્થ:- જ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ નિયમથી ધર્મ છે. આ ગાથામાં કહ્યું કે-જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ નથી. હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છે:हिंसारंभो ण सुहो देवणिमित्तं गुरूण कज्जेसु । हिंसा पावं ति मदो दयापहाणो जदो धम्मो ।। ४०६ ।। हिंसारम्भः न शुभ: देवनिमित्तं गुरूणां कार्येषु । हिंसा पापं इति मतंः दयाप्रधानः यतः धर्मः ।। ४०६ ।। અર્થ:- ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે , ધર્મ છે' એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસાઆરંભ કરવાં તે શુભ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy