________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા થતાં હોય, જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુહ્યપ્રદેશ જેમાં દેખાય એવાં ચિત્ર હોય, જ્યાં હાસ્ય-મહોત્સવ, ઘોડા આદિને શિક્ષા આપવાનું સ્થાન હોય, વ્યાયામભૂમિ હોય તથા જેનાથી ક્રોધાદિક ઊપજી આવે એવા ઠેકાણે મુનિ ન વસે તે પણ શયનાસનશુદ્ધિ છે; જ્યાં સુધી કાર્યોત્સર્ગપૂર્વક ઊભા રહેવાની શક્તિ હોય ત્યાં સુધી સ્વરૂપમાં લીન બની ઊભા રહે પછી બેસે તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પ કાળ સૂવે (તે પણ શયનાસનશુદ્ધિ છે). જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે પણ યુદ્ધ-કામ-કર્કશ-પ્રલાપ-પૈશૂન્ય-કઠોર-પરપીડાકારક વચન ન પ્રવર્ત, અનેક વિકથારૂપ વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી હિત થાય એવાં મીઠાં-મનોહરવૈરાગ્ય હેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાકયશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ છે. સંયમના પાંચ ભેદ કહ્યા છે. સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છે:इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो। विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स।।४०० ।।
इहपरलोकसुखानां निरपेक्षः यः करोति समभावः। विविधं कायक्लेशं तपोधर्म: निर्मल: तस्यः।। ४००।।
અર્થ - જે મુનિ આલોક-પરલોકના સુખની અપેક્ષારહિત બની તથા સુખ- દુઃખ, શત્રુ-મિત્ર, તૃણ-કંચન, અને નિંદા-પ્રસંશાદિમાં રાગદ્વેષરહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે તે મુનિને નિર્મલ અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com