SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા] | [ ૨૪૫ ભાવાર્થ- ચારિત્ર અર્થે જે ઉધમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં વિભાવપરિણતિના સંસ્કાર થાય છે, તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યતર ભેદથી બાર પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું. - હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છે:जो चयदि मिट्ठभोजु उवयरणं रायदोससंजणयं। वसदिं ममत्तहेदूं चयगुणो सो हवे तस्स।। ४०१।। यः त्यजति मिष्टभोज्यं उपकरणं रागद्वेषसंजनकम्। वसतिं ममत्वहेतुकां त्यागगुणः सः भवेत् तस्य।। ४०१।। અર્થ:- જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગદ્વેષને ઉપજાવવાવાળાં ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે તે મુનિને (ઉત્તમ ) ત્યાગધર્મ હોય છે. ભાવાર્થ- સંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસ-નીરસમાં મમત્વ કરતા નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મો પકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસતિ-રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે ( ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો. હવે ઉત્તમ આકિંચ ધર્મને કહે છે: Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy