________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨]
સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા પૂર્વક ભૂમિને જોઈ ધર્મનાં ઉપકરણો ઉઠાવવાં મૂકવા તે આદાનનિક્ષેપણ સમિતિ છે; ત્ર-સ્થાવરજીવોને જોઈ–ટાળી યત્નપૂર્વક શરીરનાં મળ-મૂત્રાદિને ક્ષેપવાં (નાખવા- દાટવાં) તે પ્રતિષ્ઠાપના સમિતિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ પાલન કરે તેનાથી સંયમ પળાય છે. (સિદ્ધાન્તમાં) એમ કહ્યું છે કે- જો યત્નાચારપૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય તો પણ તેને બંધ નથી તથા યત્નાચારરહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે.
વળી અપહતસંયમના પાલન અર્થે આઠ શુદ્ધિઓનો ઉપદેશ છે. ૧. ભાવશુદ્ધિ, ૨. કાયશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. ઈર્યાપકશુદ્ધિ, ૫. ભિક્ષાશુદ્ધિ, ૬. પ્રતિષ્ઠાપનાશુદ્ધિ, ૭. શયનાસનશુદ્ધિ તથા ૮. વાકયશુદ્ધિ. તેમાં ભાવશુદ્ધિ તો કર્મના ક્ષયોપશમ જનિત છે, એ વિના આચાર પ્રગટ થતો નથી; જેમ શુદ્ધ ઉજ્જવળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન દેખાય છે તેમ. વળી દિગમ્બરરૂપ, સર્વવિકારો રહિત, યત્નરૂપ પ્રવૃત્તિ છે જેમાં એવી, શાન્ત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઊપજે અને પોતે પણ નિર્ભય રહે એવી કાર્યશુદ્ધિ છે.
જ્યાં અરહંતાદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ રહેવું એવી વિનયશુદ્ધિ છે. જીવોનાં સર્વ સ્થાન મુનિ જાણે છે તેથી પોતાના જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી નેત્રઇન્દ્રિય વડે માર્ગમાં અતિ યત્નપૂર્વક જોઈને ચાલવું તે ઈર્યાપથશુદ્ધિ છે. ભોજન માટે જતા પહેલાં પોતાના મળમૂત્રની બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે, આચારસૂત્રમાં કહ્યા પ્રમાણે દેશ-કાળસ્વભાવનો વિચાર કરે, આટલી જગ્યાએ આહાર માટે પ્રવેશ કરે નહિ-જ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય તેના ઘેર જાય નહિ, જ્યાં પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહિ, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જાય નહિ, વેશ્યાના ઘરે જાય નહિ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com