________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સંબંધી એમ બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે. જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છે :जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि। ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो।। ३९८ ।। जिनवचनं एव भाषते तत् पालयितुं अशक्यमानः अपि। व्यवहारेण अपि अलीकं न वदति यः सत्यवादी सः।। ३९८ ।।
અર્થ:- જે મુનિ જિનસૂત્ર-અનુકૂળ જ વચન કહે, વળી તેમાં જે આચારાદિ કહ્યા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થ- જૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય એટલે તેને અન્યપ્રકારથી કહે-જેમ છે તેમ ન કહે, પોતાનું માનભંગ થાય તેથી જેમ તેમ કહે. વળી વ્યવહાર જે ભોજનાદિ વ્યાપાર તથા પૂજાપ્રભાવનાદિ વ્યવહાર તેમાં પણ જિનસૂત્ર અનુસાર વચન કર્યું પણ પોતાની ઇચ્છાનુસાર જેમ તેમ ન કહે. અહીં દસ પ્રકારથી સત્યનું વર્ણન છે-નામસત્ય, રૂપસત્ય, સ્થાપનાસત્ય, પ્રતીતિસત્ય, સંવૃતિસત્ય, સંયોજના સત્ય, જનપદસત્ય, દેશસત્ય, ભાવસત્ય તથા સમયસત્ય. હવે મુનિજનોનો મુનિજનની તથા શ્રાવકની સાથે વચનાલાપરૂપ વ્યવહાર છે ત્યાં ઘણો વચનાલાપ થાય તોપણ સૂત્રસિદ્ધાન્તાનુસાર આ દસ પ્રકારથી સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com