________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૫
સુકૌશલમુનિ વાઘણકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા તથા શ્રીપણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, તેમ દેવ-મનુષ્ય-પશુ અને અચેતનકૃત ઉપસર્ગ સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ. એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઊપજે ત્યારે ઉત્તમ ક્ષમા હોય છે.
ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિધમાન છે તો તે શું ખોટું કહે છે?-એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી તો એ જાણ્યા વિના કહે છે ત્યાં અજ્ઞાન ઉપર કોપ શો કરવો ?-એમ વિચારી ક્ષમા કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને આ તો કુવચન જ કહે છેતાડતો નથી એ જ ભલું છે, વળી જો તાડન કરે તો આમ વિચારવું કે-બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે અને આ તો માત્ર તાડન જ કરે છે પણ પ્રાણઘાત તો નથી કર્યો-એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો આમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે પણ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગ-ફળ છે. આ મારો જ અપરાધ છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.
હવે ઉત્તમ માર્દવધર્મ કહે છે :
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि। अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।। ३९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com