________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સુખ છે અથવા સુખથી સારરૂપ છે એવો છે. હવે કહેવામાં આવનાર દસ પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.
ભાવાર્થ- ઉત્તમ ક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય-એવા દસ પ્રકારના મુનિધર્મ છે. તેમનું જુદું જુદું વ્યાખ્યાન હવે કરે છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમાધર્મ કહે છે :कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि। उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि।।३९४ ।। क्रोधेन यः न तप्यते सुरनरतिर्यग्भिः क्रियमाणे अपि। उपसर्गे अपि रौद्रै तस्य क्षमा निर्मला भवति।। ३९४ ।।
અર્થ:- જે મુનિ દેવ-મનુષ્ય-તિર્યંચાદિ દ્વારા રૌદ્ર ભયાનક ઘોર ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તસાયમાન ન થાય તે મુનિને નિર્મલ ક્ષમા હોય છે.
ભાવાર્થ:- જેમ શ્રીદત્તમુનિ યંતરદેવકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, ચિલાતીપુત્રમુનિ વ્યતરકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, સ્વામિકાર્તિકેયમુનિ કચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા, ગુરુદત્તમુનિ કપિલબ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, શ્રીધન્યમુનિ ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, પાંચસો મુનિ દંડક રાજાકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને (મોક્ષને ) પ્રાપ્ત થયા, ગજકુમારમુનિ પાંશુલશ્રેષ્ઠિકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા, ચાણક્ય આદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, સુકુમાલમુનિ શિયાલણીકૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા, શ્રેષ્ઠિના બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભધ્યાન કરી મરીને દેવ થયા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com