SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [ ૨૩૩ जो रयणत्तयजुत्तो खमादिभावेहिं परिणदो णिच्चं । सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ।। ३९२ ।। यः रत्नत्रययुक्तः क्षमादिभावैः परिणतः नित्यम्। सर्वत्र अपि मध्यस्थः सः साधुः भण्यते धर्मः ।। ३९२ ।। અર્થ:- જે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચય-વ્યવહારરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્ય-નિરંતર પરિણત હોય, સુખ-દુ:ખ, તૃણ-કંચન, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, નિન્દાપ્રસંશા અને જીવન-મરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગદ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કા૨ણ કે જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે. ભાવાર્થ:- અહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરંતુ અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું. હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છે : सो चेव दहपयारो खमादिभावेहिं सुक्खसारेहिं । ते पुण भणिज्जमाणा मुणियव्वा परमभत्तीए ।। ३९३ ।। सः च एव दशप्रकार: क्षमादिभावैः सौख्यसारैः। ते पुनः भण्यमानाः ज्ञातव्याः परमभक्त्या ।। ३९३ ।। અર્થ:- તે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે તે? સૌખ્યસાર એટલે તેનાથી સુખ થાય છે અથવા તેનામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy