________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગુણસ્થાનની પ્રતિજ્ઞા અતિચાર રહિત પળાય છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના તીવ્ર-મંદ ભેદોથી અગિયાર પ્રતિમાના ભેદ છે. જેમ જેમ કષાય મંદ થતો જાય તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામિપણું છોડી ગૃહકાર્ય તો પુત્રાદિકને સોંપે તથા પોતે કષાયહાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા અંગીકાર કરતો જાય.
જ્યાં સુધી સકલસંયમ ન ગ્રહણ કરે ત્યાં સુધી-અગિયારમી પ્રતિમા સુધી નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જ્યારે મરણકાળ આવ્યો જાણે ત્યારે આરાધન સહિત થઈ, એકાગ્રચિત્ત કરી, પરમેષ્ઠીના ચિંતવનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું વ્યાખ્યાન છે.
વળી કહ્યું છે કે ગૃહસ્થ, દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના છે ભાગ કરે. એક ભાગ તો ધર્મના અર્થે આપે, એક ભાગ કુટુંબના પોષણમાં આપે, એક ભાગ પોતાના ભોગમાં ખરચ કરે, એક ભાગ પોતાના સ્વજનસમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડાર તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન વા પ્રભાવનામાં અથવા કાળ-દુકાળમાં કામ આવે. એ પ્રમાણે કરવાથી ગૃહસ્થને આકુળતા ઊપજે નહિ અને ધર્મ સાધી શકાય. અહીં સંસ્કૃતટીકાકારે ઘણું કથન કર્યું છે તથા પહેલાંની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોનાં કથન સધાય છે. કથન ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું, અહીં તો ગાથાનો જ અર્થ સંક્ષેપમાં લખ્યો છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે રયણસાર, વસુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકાંડશ્રાવકાચાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અમિતગતિશ્રાવકાચાર અને પ્રાકૃતદોહાબંધ- શ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી જાણવું. અહીં સંક્ષેપમાં કથન કર્યું છે. એ પ્રમાણે બારભેદરૂપ શ્રાવકધર્મનું વર્ણન કર્યું.
હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છે :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com