________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૩૧ - છઠ્ઠી પ્રતિમા સુધી તો જઘન્ય શ્રાવક કહ્યો છે, સાતમી, આઠમી અને નવમી પ્રતિમાધારકને મધ્યમ શ્રાવક કહ્યો છે, તથા દશમી-અગિયારમી પ્રતિમાધારકને ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યો છે. વળી કહ્યું છે કે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે, પણ સમિતિ રહિત પ્રવર્તે તો વ્રત પાલન કરતો હોવા છતાં અવ્રતી છે.
પ્રશ્ન- ગૃહસ્થને અસિ, મણિ, કૃષિ, વાણિજ્યના આરંભમાં ત્રસ્થાવર જીવોની હિંસા થાય છે, તો ત્રસહિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને? તેનું સમાધાન :
પક્ષ, ચર્યા અને સાધકતા એમ શ્રાવકની ત્રણ પ્રવૃત્તિ કહી છે. ત્યાં પક્ષનો ધારક છે તેને પાક્ષિક શ્રાવક કહે છે, ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે, તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે કે-જૈનમાર્ગમાં ત્રસહિંસાના ત્યાગીને શ્રાવક કહ્યો છે તેથી હું મારા પ્રયોજનને માટે વા પરના પ્રયોજનને માટે ત્રસજીવોને હણું નહિ, ધર્મને માટે, દેવતાને માટે, મંત્રસાધનાને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભાગોને માટે હણું નહિ એવો પક્ષ જેને હોય તે પાક્ષિક છે. અસિ-મસિ-કૃષિ અને વાણિજ્યાદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે તો પણ મારવાનો અભિપ્રાય નથી, માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે, ત્યાં જીવાત થાય છે તેની આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસહિંસા નહિ કરવાના પક્ષમાત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના મંદઉદયના પરિણામ છે માટે તે અવ્રતી જ છે, વ્રતપાલનની ઇચ્છા છે પણ નિરતિચાર વ્રત પાલન થતાં નથી તેથી તેને પાક્ષિક જ કહ્યો છે.
વળી નૈષ્ઠિક થાય છે ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પળાય છે. આને અપ્રત્યાખ્યાનાવરણકષાયનો અભાવ થયો છે તેથી પાંચમા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com