SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [ ૨૨૯ અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે છે. ભાવાર્થ:- પોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન પુત્રજન્મપ્રાપ્તિ-વિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો, બાંધવો ઇત્યાદિક અશુભકાર્યો-એમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે રાગદ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે “જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે '. એવા પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર ભેદમાં અગિયારમો ભેદ કહ્યો. હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છે : जो णवकोडिविसुद्ध भिक्खायरणेण भुंजदे भोज्जं। जायणरहियं जोग्गं उद्दिट्टाहारविरदो सो।। ३९० ।। यः नवकोटिविशुद्ध भिक्षाचरणेन भुंक्ते भोज्यम्। याचनरहितं योग्यं उद्दिष्टाहारविरत: सः।। ३९०।। અર્થ:- જે શ્રાવક મન-વચન-કાયા તથા કૃત-કારિતઅનુમોદનાજન્ય નવ પ્રકારના દોષરહિત અર્થાત્ નવ કોટિએ શુદ્ધ આહાર ભિક્ષાચરણપૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચનારહિત ગ્રહણ કરે પણ યાચના પૂર્વક ન ગ્રહણ કરે, તેમાં પણ યોગ્ય (નિર્દોષ) ગ્રહણ કરે પણ સચિત્તાદિ દોષસહિત અયોગ્ય હોય તો ન ગ્રહણ કરે, તે ઉષ્ટિઆહારનો ત્યાગી છે. ભાવાર્થ- જે ઘર છોડી મઠ-મંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહાર ન લે, યાચનપૂર્વક ન લે તથા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy