SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. આ પ્રતિમા નવમી છે તથા બાર ભેદોમાં આ દશમો ભેદ છે. હવે અનુમોદનવિરતિપ્રતિમા કહે છે : जो अणुमणणं ण कुणदि गिहत्थकज्जेसु पावमूलेसु । भवियव्वं भावंतो अणुमणविरओ हवे सो दु । । ३८८ ।। यः अनुमननं न करोति गृहस्थकार्येषु पापमूलेषु । भवितव्यं भावयन् अनुमनविरतः भवेत् सः तु ।। ३८८ ।। 6 અર્થ:- જે શ્રાવક, પાપના મૂળ જે ગૃહસ્થના કાર્યો તેમાં, અનુમોદના ન કરે-કેવી રીતે? જે ભવિતવ્ય છે તેમ-જ થાય છે' એવી ભાવના કરતો થકો-તે અનુમોદનવિરતિપ્રતિમાધારી શ્રાવક છે. ભાવાર્થ:- આહા૨ના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય-મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો '. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે. जो पुण चिंतदि कज्जं सुहासुहं रायदोससंजुत्तो । उवओगेण विहीणं स कुणदि पावं विणा कज्जं ।। ३८९ ।। यः पुनः चिन्तयति कार्यं शुभाशुभं रागद्वेषसंयुतः । उपयोगेन विहीनः सः करोति पापं विना कार्यम् ।। ३८९ ।। અર્થ:- જે પ્રયોજન વિના રાગદ્વેષ સહિત બની શુભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy