SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [૨૨૭ હવે પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે : जो परिवज्जइ गंथं अव्यंतर बाहिरं च साणंदो। पावं ति मण्णमाणो णिग्गंथो सो हवे पाणी ।। ३८६ ।। यः परिवर्जयति ग्रन्थं अभ्यन्तर - बाह्यं च सानन्दः । पापं इति मन्यमानः निर्ग्रन्थः सः भवेत् ज्ञानी ।। ३८६ ।। અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક અત્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ, કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો, આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહત્યાગી શ્રાવક હોય છે. ભાવાર્થ:- આત્યંત૨પરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધીકષાય તથા અપ્રત્યા- ખ્યાનાવરણકષાય તો પહેલાં છૂટી ગયા છે, હવે પ્રત્યાખ્યાનાવરણ અને તેની સાથે લાગેલ હાસ્યાદિક તથા વેદને ઘટાડે છે, વળી બાહ્યથી ધન-ધાન્યાદિ સર્વનો ત્યાગ કરે છે, પરિગ્રહત્યાગમાં ઘણો આનંદ માને છે કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદારૂપ દેખે છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે. बाहिरगंथविहीणा दलिद्दमणुआ सहावदो होंति । अब्भंतरगंथं पुण ण सक्कदे को वि छंडेदुं ।। ३८७ ।। बाह्यग्रन्थविहीनाः दरिद्रमनुष्याः स्वभावतः भवन्ति । अभ्यन्तरग्रन्थं पुनः न शक्नोति कः अपि त्यक्तुम् ।। ३८७।। અર્થ:- બાહ્યપરિગ્રહરહિત તો દરિદ્રમનુષ્ય સ્વભાવથી જ હોય છે એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી પણ આવ્યંતરપરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી. ભાવાર્થ:- જે આશ્ચંત૨પરિગ્રહ છોડે છે તેની જ મહત્તા છે સામાન્યપણે આત્યંતરપરિગ્રહ મમત્વભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. એ પ્રમાણે પરિગ્રહત્યાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy