________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેમાં ફરી સંવરણ કરે-સંકોચ કરે તથા પહેલાં ઇન્દ્રિયોના વિષયો સંબંધી ભોગોપભોગપરિમાણ કર્યું હતું તેમાં પણ સંકોચ કરે. કેવી રીતે ? તે કહે છે-વર્ષ આદિ, તથા દિવસ દિવસ પ્રત્યે કાળની મર્યાદા સહિત ક૨ે. તેનું પ્રયોજન કહે છે- અંતરંગમાં તો લોભ તથા કામ-ઇચ્છાના શમન એટલે ઘટાડવા અર્થે તથા બાહ્ય પાપહિંસાદિકને છોડવા અર્થે કરે તે શ્રાવકને આ ચોથું દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થ:- પહેલાં દિવ્રતમાં જે મર્યાદા કરી હતી તે તો નિયમરૂપ હતી અને હવે અહીં તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક ઘ૨હાટ-ગામ વગે૨ે સુધીની ગમનાગમનની મર્યાદા કરે, તથા ભોગોપભોગવ્રતમાં પણ પહેલાં યમરૂપ ઇન્દ્રિયવિષયોની મર્યાદા કરી હતી તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક નિયમ કરે. અહીં સત્તર નિયમ કહ્યા છે તેને પાલન કરે, પ્રતિદિન મર્યાદા કર્યા કરે. આથી લોભ- તૃષ્ણા-વાંચ્છાનો સંકોચ (હાનિ ) થાય છે તથા બાહ્ય હિંસાદિ પાપોની પણ હાનિ થાય છે. એ પ્રમાણે ચાર શિક્ષાવ્રત કહ્યાં. આ ચારે વ્રત શ્રાવકને યત્નથી અણુવ્રત તથા મહાવ્રત પાલન કરવાની શિક્ષારૂપ છે.
હવે અંતસંલ્લેખના સંક્ષેપમાં કહે છે:
वारसएहिं जुत्तो जो संलेहण करेदि उवसंतो
सो सुरसोक्खं पाविय कमेण सोक्ख परं लहदि ।। ३६९ ।।
द्वादशव्रतैः युक्तः यः सल्लेखनां करोति उपशान्तः। सः सुरसौख्यं प्राप्य क्रमेण सौख्यं परं लभते ।। ३६९ ।।
અર્થ:- જે શ્રાવક, બાર વ્રતો સહિત અંત સમયે ઉપશમભાવોથી યુક્ત થઈ સંલેખના કરે છે તે સ્વર્ગનાં સુખ પામી અનુક્રમથી ઉત્કૃષ્ટ સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com