SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા]. [ ૨૧૩ શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ સાત ગુણો છે. વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે-આ લોકના ફળની વાંચ્છા વિનાનો, ક્ષમાવાન, કપટરહિત, અન્ય દાતાની ઈર્ષારહિત, આપ્યા પછી તે સંબંધી વિષાદવિનાનો, આપ્યાના હર્ષવાળો, અને ગર્વ વિનાનો એ પ્રમાણે પણ સાત ગુણો કહ્યા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદપ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ તથા આહારશુદ્ધિ એ પ્રમાણે નવધાભક્તિ છે. એ રીતે દાતારના ગુણોસહિત નવધાભક્તિપૂર્વક પાત્રને રોજ ચાર પ્રકારનાં દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષાવ્રત હોય છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે-કે આપવાનું શીખે તે પ્રમાણે પોતાને મુનિ થયા પછી લેવાનું થશે. - હવે આહારાદિ દાનનું માહાભ્ય કહે છે - भोयणदाणेण सोक्खं ओसहदाणेण सत्थदाणं च। जीवाण अभयदाणं सुदुल्लहं सव्वदाणाणं।। ३६२।। भोजनदानेन सौख्यं औषधदानेन शास्त्रदानं च। जीवानां अभयदानं सुदुर्लभं सर्वदानानाम्।।३६२ ।। અર્થ - ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધદાનપૂર્વક શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમદાન છે. ભાવાર્થ- અહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. હવે બે ગાથાઓમાં આહારદાનનું માહાભ્ય કહે છે – ૧. આ દાતારના સાત ગુણો તથા નવધાભક્તિ સંબંધી વિશેષ વર્ણન માં જુઓ રત્નકાંડશ્રાવકાચાર શ્લોક-૧૧૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy