________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૦૯ શરીરને બાધાકારક જીવો ન હોય, એવું ક્ષેત્ર સામાયિક કરવા માટે યોગ્ય છે.
ભાવાર્થ- જ્યાં ચિત્તમાં ક્ષોભ ઉપજાવવાવાળાં કોઈ કારણો ના હોય ત્યાં સામાયિક કરવી.
હવે સામાયિકનો કાળ કહે છે:पुव्वढे मज्झह्ने अवरह्ने तिहि वि णालियाछक्को। सामाइयस्स कालो सविणयणिस्सेसणिद्दिट्ठो।। ३५४ ।। पूर्वाह्ने मध्याह्ने अपराह्ने त्रिषु अपि नालिकाषट्कम्। सामायिकस्य काल: सविनयनिःस्वेशनिर्दिष्टः।। ३५४ ।।
અર્થ - પૂર્વાહ્ન એટલે પ્રભાતકાળ, મધ્યાહ્ન એટલે દિવસનો મધ્યવખત અને અપરાહ્ન એટલે દિવસનો પાછલો વખત (સંધ્યા સમય) એ ત્રણે કાળમાં છ છ ઘડીનો કાળ સામાયિકનો છે એમ વિનયસહિત નિઃસ્વ એટલે પરિગ્રહરહિતના ઈશ્વર ગણધરદેવે કહ્યું છે.
- ભાવાર્થ- ત્રણ ઘડી પાછલી રાત્રીનો તથા ત્રણ ઘડી દિવસ ઊગ્યા પછીનો એમ છ ઘડીનો કાળ પૂર્વાહ્નકાળ છે, બીજા પહોરની પાછળની ત્રણ ઘડીથી માંડી ત્રીજા પહોરની શરૂઆતની ત્રણ ઘડી સુધી છ ઘડીનો મધ્યાહ્નકાળ છે તથા દિવસની છેલ્લી ત્રણ ઘડીથી માંડી રાત્રીની ત્રણ ઘડી સુધીનો છ ઘડીનો અપરાતકાળ છે. એ સામાયિકનો ઉત્કૃષ્ટ કાળ છે. વળી (પ્રાત:કાળ, મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળ) એમ ત્રણે કાળમાં બબ્બે ઘડીનું સામાયિક પણ કહ્યું છે. એ પ્રમાણે ત્રણ કાળમાં છ ઘડી થાય છે.
હવે આસન, લય, તથા મન-વચન-કાયાની શુદ્ધતા કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com