SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જે જ્ઞાની શ્રાવક આ પ્રમાણે અનર્થદંડને નિરંતર દુઃખનાં ઉપજાવવાવાળાં જાણીને છોડે છે તે બીજા ગુણવ્રતનો ધારવાવાળો શ્રાવક થાય છે. ભાવાર્થ:- આ અનર્થદંડત્યાગ નામનું ગુણવ્રત, અણુવ્રતોનું ઘણું ઉપકારી છે તેથી શ્રાવકોએ તેનું અવશ્ય પાલન કરવું યોગ્ય છે. હવે ભોગોપભોગપરિમાણ નામનું ત્રીજું ગુણવ્રત કહે છેઃजाणित्ता संपत्ती भोयणतंबोलवत्थमादीणं । जं परिमाणं कीरदि भोउवभोयं वयं तस्स ।। ३५० । ज्ञात्वा सम्पत्ती: भोजनताम्बूलवस्त्रादीनाम् । यत् परिमाणं क्रियते भोगोपभोगं व्रतं तस्य ।। ३५० ।। અર્થ:- જે પોતાની સંપદા અને સામર્થ્ય જાણી (વિચારી ) ભોજન-તાંબૂલ- વસ્ત્ર આદિનું પરિમાણ-મર્યાદા કરે તે શ્રાવકને ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત હોય છે. ભાવાર્થ:- ભોજન-તાંબૂલ આદિ જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે તથા વસ્ત્ર-ઘરેણાં વગે૨ે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. તેમનું પરિમાણ યમરૂપ (જાવજીવ ) પણ હોય છે તથા હરરોજના નિયમરૂપ પણ હોય છે. ત્યાં યથાશક્તિ પોતાનાં સાધન-સામગ્રીનો વિચાર કરી તેમનો યમરૂપ વા નિયમરૂપ પણ ત્યાગ કરે છે. તેમાં હ૨૨ોજ જરૂરિયાત જાણી તે અનુસાર (નિયમરૂપ ) ત્યાગ કર્યા કરે, તે અણુવ્રતને ઘણો ઉપકારક છે. હવે છતી ( મોજૂદ ) ભોગોપભોગની વસ્તુને છોડે છે તેની પ્રશંસા કરે છે: Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy