________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૦૩
બૂરું થાય અને પોતાનું દુષ્ટપણું માત્ર ઠરે છે. બીજાની સંપદા દેખી પોતે તેની વાંચ્છા કરે તો તેથી કાંઈ પોતાની પાસે તે આવી જતી નથી એટલે એથી પણ નિષ્પ્રયોજન ભાવ જ બગડે છે. બીજાની સ્ત્રીને રાગ સહિત (તાકી તાકીને) જોવામાં પણ પોતે ત્યાગી થઈને નિષ્પ્રયોજન ભાવ શા માટે બગાડે ? વળી ૫૨ના કલહ જોવામાં પણ કાંઈ પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી પરંતુ ઊલટી કદાચિત્ પોતાના ઉપર આફત આવી પડે છે. એ પ્રમાણે એ આદિથી માંડી જે જે કાર્યોમાં પોતાના ભાવ બગડે તે તે બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થદંડ છે અને તે અણુવ્રતભંગના કારણરૂપ છે. તેને છોડતાં જ વ્રત દઢ ટકે છે.
હવે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ કહે છેઃजो उवएसो दिज्जदि किसिपसुपालणवणिज्जपमुहेसु । पुरिसित्थीसंजोए अणत्थदंडो हवे बिदिओ ।। ३४५ ।। यः उपदेशः दीयते कृषिपशुपालनवाणिज्यप्रमुखेषु । पुरुषस्त्रीसंयोगे अनर्थदण्डः भवेत् द्वितीयः ।। ३४५ ।।
અર્થ:- ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું તથા સ્ત્રી-પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપસહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેનું વિધાન (રીત ) બતાવવું કે જેમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય તે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ છે. બીજાને પાપનો ઉપદેશ કરવામાં પોતાને કેવળ પાપબંધ જ થાય છે અને તેથી વ્રતભંગ થાય છે, એને છોડતાં વ્રતની રક્ષા થાય છે. વ્રત ઉપ૨ ગુણ કરે છે-ઉ૫કા૨ ક૨ે છે તેથી તેનું નામ ગુણવ્રત છે.
હવે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com