SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ ] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હિંસાનું પાપ પણ લાગતું નથી તેથી એ બાજુ સંબંધી (ગુણવ્રત પણ ) મહાવ્રત બરાબર થયાં. હવે બીજું અનર્થદંવિતિ ગુણવ્રત કહે છે: कज्जुं किं पि ण साहदि णिच्चं पावं करेदि जो अत्थो । सो खलु हवे अणत्थो पंचपयारो वि सो विविहो ।। ३४३ ।। कार्यं किमपि न साधयति नित्यं पापं करोति यः अर्थः । सः खलु भवेत् अनर्थ: पञ्चप्रकारः अपि सः विविधः ।। ३४३ ।। અર્થ:- જે કાર્યથી પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એવું હોય તેને અનર્થ કહે છે. તે પાંચ વા અનેક પ્રકારના પણ છે. ભાવાર્થ:- પ્રયોજન વિના પાપ ઉપજાવે તે અનર્થદંડ છે. તેના અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદચર્યા, હિંસાપ્રદાન તથા દુઃશ્રુતિ-શ્રવણ એ પાંચ પ્રકાર વા અનેક પ્રકાર પણ છે. તેમાં પ્રથમ ભેદ કહે છે: परदोसाणं गहणं परलच्छीणं समीहणं जं च । परइत्थीअवलोओ परकलहालोयणं पढमं ।। ३४४ ।। परदोषाणां ग्रहणं परलक्ष्मीनां समीहनं यत् च । परस्त्री-अवलोकः परकलहालोकनम् प्रथमम् ।। ३४४।। અર્થ:- બીજાના દોષ ગ્રહણ કરવા, અન્યની લક્ષ્મી-ધનસંપદાની વાંચ્છા કરવી, પરની સ્ત્રીને રાગ સહિત નિરખવી (તાકી તાકીને જોવી) તથા પરના કલહ જોવા ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રથમ અનર્થદંડ છે. ભાવાર્થ:- ૫૨ના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે છે પણ પોતાનું પ્રયોજન કાંઈ પણ સિદ્ધ થતું નથી, પરનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy