SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રતિજ્ઞા બગાડતો નથી તથા શુદ્ધ છે- ઉજ્જવલ છે બુદ્ધિ જેની (એવો છે). ભાવાર્થ- સાત વ્યસનના ત્યાગમાં ચોરીનો ત્યાગ તો કર્યો જ છે. તેમાં આ વિશેષ છે કે-બહુમૂલ્યની વસ્તુ અલ્પમૂલ્યમાં લેવાથી ઝગડો ઉત્પન્ન થાય છે. કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? વળી પરની ભૂલી ગયેલી વસ્તુ તથા માર્ગમાં પડેલી વસ્તુ પણ ન લે, એમ ન જાણે કે પેલો નથી જાણતો પછી તેનો ડર શો? વ્યાપારમાં થોડા જ નફાથી સંતોષ ધારણ કરે, કારણ ઘણાં લાલચ-લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે, કપટ-પ્રપંચથી કોઈનું ધન લે નહિ, કોઈએ પોતાની પાસે ( જમા ) ધર્યું હોય તો તેને ન આપવાના ભાવ રાખે નહિ, લોભથી- ક્રોધથી પરનું ધન ખૂંચવી લે નહિ, માનથી કહે કે “અમે મોટા જોરાવર છીએ, લીધું તો શું થઈ ગયું?” એ પ્રમાણે પરનું ઘન લે નહિ. એ જ પ્રમાણે પરની પાસે લેવરાવે નહિ તથા કોઈ લેનારને ભલો જાણે નહિ. વળી અન્ય ગ્રંથોમાં તેના પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે : (૧) ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, (૨) તેનું લાવેલું ધન લેવું, (૩) રાજ્યવિરુદ્ધ કાર્ય કરવું, (૪) વેપારમાં તોલ-બાટ ઓછાં અધિકાં રાખવા, (૫) અલ્પમૂલ્યની વસ્તુ બહુમૂલ્યવાન બતાવી તેનો વ્યવહાર કરવો. એ પાંચ અતિચાર છે. એ ગાથામાં કહેલાં વિશેષણોમાં આવી જાય છે. એ પ્રમાણે નિરતિચારરૂપે તેય (ચોરી)-ત્યાગવતને જે પાળે છે તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક હોય છે. હવે બ્રહ્મચર્યાણુવ્રતનું વ્યાખ્યાન કરે છે:असुइमयं दुग्गंधं महिलादेहं 'विरच्चमाणो जो। रूवं लावण्णं पि य मणमोहणकारणं मुणइ।। ३३७।। ૧. વિરzમાળો એવો પણ પાઠ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy