________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા મૂળગુણો છે. વળી એમને ત્રણહિંસાના ઉપલક્ષણ કહ્યા છે. એટલા માટે જે વસ્તુઓમાં ત્રણહિંસા ઘણી હોય તે, શ્રાવકને અભક્ષ્ય છે-ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાયપ્રવૃત્તિના મૂળરૂપ છે એવાં સાત વ્યસનનો ત્યાગ પણ અહીં કહ્યો છે. જાગાર, માંસ, મધ, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસન છે, “વ્યસન' નામ આપદા વા કષ્ટનું છે. એનું સેવન કરનારને આપદા આવે છે, રાજા વા પંચોના દંડને યોગ્ય થાય છે તથા તેનું સેવન પણ આપદા વા કષ્ટરૂપ છે. તેથી શ્રાવક એવાં અન્યાયરૂપ કાર્યો કરતો નથી. અહીં ‘દર્શન” નામ સમ્યકત્વનું છે તથા જે વડે “ધર્મની મૂર્તિ છે” એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. જે સમ્યગ્દષ્ટિ હોય-જિનમતને સેવતો હોય અને અભક્ષભક્ષણ-અન્યાય અંગીકાર કરે તો સમ્યકત્વને મલિન કરે તથા જિનમતને લજાવે; માટે એને નિયમથી છોડતાં જ દર્શનપ્રતિમધારી શ્રાવક થાય છે. दिढचित्तो जो कुव्वदि एवं पि वयं णियाणपरिहीणो। वेरग्गभावियमणो सो वि य दंसणगुणो होदि।। ३२९ ।। दृढचित्तः यः करोति एवं अपि व्रतं निदानपरिहीनः। वैराग्यभावितमनाः सः अपि च दर्शनगुणः भवति।।३२९ ।।
અર્થ:- નિદાન અર્થાત્ આલોક-પરલોકના ભોગોની વાંચ્છા રહિત બની ઉપર પ્રમાણે (વ્રતમાં) દઢચિત્ત થયો થકો વૈરાગ્યથી ભાવિત (આર્ટ્સ-કોમળ) થયું છે ચિત્ત જેનું એવો થયો થકો જે સમ્યગ્દષ્ટિપુરુષ વ્રત કરે છે તેને દાર્શનિકશ્રાવક કહે છે.
ભાવાર્થ- પ્રથમની ગાથામાં શ્રાવક કહ્યા તેનાં આ ત્રણ વિશેષ વિશેષણ જાણવાં. પ્રથમ તો દઢચિત્ત હોય અર્થાત્ પરિષહાદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહિ, બીજાં નિદાનરહિત હોય અર્થાત્ આ લોકસંબંધી યશ-સુખ સંપત્તિ વા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com