________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તે પ્રગટપણે મિથ્યાષ્ટિ છે.
ભાવાર્થ- ભાવમિથ્યાદષ્ટિ તો અદષ્ટ-છુપો મિથ્યાદષ્ટિ છે પરંતુ જે રાગ-દ્વેષ-મોહ આદિ અઢાર દોષો સહિત કુદેવોને દેવ માની વંદેપૂજે છે, હિંસા-જીવવાતાદિમાં ધર્મ માને છે તથા પરિગ્રહમાં આસક્ત એવા વેષધારીને ગુરુ માને છે તે તો પ્રગટ-પ્રસિદ્ધ મિથ્યાદષ્ટિ છે.
હવે કોઈ કહે કે “વ્યતરાદિ દેવ લક્ષ્મી આપે છે ઉપકાર કરે છે. તો તેઓનું પૂજન-વંદન કરવું કે નહિ?” તેને કહે છે :ण य को वि देदि लच्छी ण को वि जीवस्स कुणदि उवयारं। उवयारं अवयारं कम्मं पि सुहासुहं कुणदि।। ३१९ ।। न च कोऽपि ददाति लक्ष्मी न कः अपि जीवस्य करोति उपकारम्। उपकारं अपकारं कर्म अपि शुभाशुभं करोति।। ३१९ ।।
અર્થ:- આ જીવને કોઈ વ્યતરાદિ દેવ લક્ષ્મી આપતો નથી, કોઈ અન્ય ઉપકાર પણ કરતો નથી, પરંતુ માત્ર જીવનાં પૂર્વસંચિત શુભાશુભ કર્મો જ ઉપકાર કે અપકાર કરે છે.
ભાવાર્થ- કોઈ એમ માને છે કે “યંતરાદિ દેવ અમને લક્ષ્મી આપે છે–અમારો ઉપકાર કરે છે તેથી તેઓનું અમે પૂજન વંદન કરીએ છીએ, પણ એ જ મિથ્થાબુદ્ધિ છે. પ્રથમ તો આ કાળમાં કોઈ વ્યંતરાદિ આપતો હોય એવું પ્રત્યક્ષ પોતે દેખ્યું નથી–ઉપકાર કરતો દેખાતો નથી. જો એમ હોય તો તેને પૂજવાવાળા જ દરિદ્રીદુઃખી-રોગી શા માટે રહે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. વળી પરોક્ષરૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકારાદિ થાય જ છે; માત્ર આ મોહી જીવ નિરર્થક જ વિકલ્પ ઉપજાવે છે. પૂર્વસંચિત શુભાશુભકર્મો છે તે જ આ જીવને સુખ, દુ:ખ, ધન, દરિદ્રતા, જીવન, મરણ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com