________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા] છે તથા બાકીના અગિયાર ભેદ પ્રતિમાઓના વ્રતો સહિત હોય તે વ્રતી શ્રાવક છે.
હવે એ બારે ધર્મોનાં સ્વરૂપ વગેરેનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ જ અવિરતસમ્યગ્દષ્ટિનું સ્વરૂપ કહે છે. તેમાં પણ પહેલાં સમ્યકત્વ ઉત્પત્તિની યોગ્યતાનું નિરૂપણ કરે છે:चदुगदिभव्वो सण्णी सुविसुद्धो जग्गमाणपजुत्तो। संसारतडे णियडो णाणी पावेइ सम्मत्तं ।। ३०७।।
चतुर्गतिभव्यः संज्ञी सुविशुद्धः जाग्रत्पर्याप्तः। संसारतटे निकट: ज्ञानी प्राप्नोति सम्यक्त्वम्।।३०७।।
અર્થ:- આવો જીવ સમ્યકત્વને પામે છે કે જે પ્રથમ તો ભવ્યજીવ હોય, કારણ કે અભવ્યને સમ્યકત્વ થાય નહિ. વળી ચારે ગતિમાં સમ્યકત્વ ઊપજે છે, ત્યાં પણ મન સહિત સંજ્ઞીને ઊપજે છે પણ અસંજ્ઞીને ઊપજતું નથી; તેમાં પણ વિશુદ્ધ (શુભ) પરિણામી અને શુભ લેશ્યા સહિત હોય; અશુભ લેશ્યામાં પણ શુભ લેશ્યા સમાન કષાયસ્થાનકોમાં હોય તેને પણ ઉપચારથી વિશુદ્ધ કહેવામાં આવે છે, પરંતુ સંકલેશ પરિણામોમાં સમ્યકત્વ ઊપજતું નથી; જાગ્રતાવસ્થામાં થાય પણ નિદ્રાવસ્થામાં થાય નહિ. પૂર્ણ પર્યાતિવાળાને થાય પણ અપર્યાપ્તઅવસ્થામાં થાય નહિ; સંસારકિનારો જેને નજીક વર્તતો હોય અર્થાત્ નિકટભવ્ય હોય, કારણઅદ્ધપુદગલપરાવર્તન કાળ પહેલાં સમ્યકત્વ ઊપજતું નથી; તથા જ્ઞાની હોય એટલે સાકાર ઉપયોગવાન હોય, કારણ કે નિરાકાર દર્શનોપયોગમાં સમ્યકત્વ ઊપજતું નથી. આવા જીવને સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે.
હવે સમ્યકત્વના ત્રણ પ્રકાર છે તેમાં, ઔપથમિક અને ક્ષાયિક-સમ્યકત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છે –
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com