________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨. ધર્માનુપ્રેક્ષા હવે ધર્માનુપ્રેક્ષાનું નિરૂપણ કરે છે. ત્યાં “ધર્મનું મૂળ સર્વજ્ઞદેવ છે”-એમ પ્રગટ કરે છેजो जाणदि पचक्खं तियालगुणपज्जुएहिं संजुत्तं। लोयालोयं सयलं सो सव्वडू हवे देवो।।३०२।। यः जानाति प्रत्यक्षं त्रिकालगुणपर्ययैः संयुक्तम्। लोकालोकं सकलं सः सर्वज्ञः भवेत् देवः ।। ३०२।।
અર્થ - ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ-પર્યાયો સહિત સંપૂર્ણ લોક-અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વશદેવ છે.
ભાવાર્થ- આ લોકમાં જીવદ્રવ્ય અનંતાનંત છે, તેનાથી અનંતાનંત ગણાં પુદ્ગલદ્રવ્યો છે, આકાશ, ધર્મ અને અધર્મદ્રવ્ય એકએક છે તથા અસંખ્યાત કાલાણુદ્રવ્યો છે, લોકાકાશની પાર ( આસપાસ) અનંતપ્રદેશી આકાશદ્રવ્ય છે તે અલોક છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગણ સમયરૂપ ભવિષ્યકાળ છે. તે કાળના સમયસમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે બધાંય દ્રવ્યપર્યાયોને, યુગપ (એકસાથ) એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન ભિન્ન જેમ છે તેમ, જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞદેવ છે. એ જ દેવ છે, બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવામાત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે. તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે અને તેનું ફળ સ્વર્ગ-મોક્ષ છે તે પણ અતીન્દ્રિય છે. છદ્મસ્થને ઇન્દ્રિયજ્ઞાન છે તે પરોક્ષ
૧ જાઓ પાછળ ગાથા ૨૨૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com