________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા].
[૧૬૯ અર્થ- એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિયવિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી, તેને ભસ્મને માટે દગ્ધ કરે છે.
ભાવાર્થ- અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્યપર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે; તેને વિષય-કપાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી.
હવે કહે છે કે આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો મહાન આદર કરો:इय सव्वदुलहदुलहं दंसणणाणं तहा चरित्तं च। मुणिऊण य संसारे महायरं कुणह तिहूं पि।।३०१।। इति सर्वदुर्लभदुर्लभं दर्शनज्ञानं तथा चारित्रं च। ज्ञात्वा च संसारे महादरं कुरुत त्रयाणां अपि।।३०१।।
અર્થ:- આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન-જ્ઞાનચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી, એ દર્શન-જ્ઞાનચારિત્રનો હે ભવ્યજીવો! તમે મહાન આદર કરો !
ભાવાર્થ- નિગોદમાંથી નીકળી ઉપર કહ્યા અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો ! વળી તેમાં પણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ સમજો! તેને પામીને ભવ્યજીવોએ તેનો મહાન આદર કરવો યોગ્ય છે.
ઇતિ બોધિદુર્લભ અનુપ્રેક્ષા સમાસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com