________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) વર્ણન કર્યું છે, બેંતાળીશ ગાથાઓમાં સંસારાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,તેમાં ચાર ગતિઓનાં દુઃખોનું, સંસારની વિચિત્રતાનું અને પંચપરાવર્તનરૂપ પરિભ્રમણનું વર્ણન છે, છ ગાથાઓમાં એકવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, ત્રણ ગાથાઓમાં અન્યતાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, પાંચ ગાથાઓમાં અશુચિતાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં આસ્રવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં સંવરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, તેર ગાથાઓમાં નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, એકસો ઓગણસીત્તેર ગાથાઓમાં લોકાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે.
-તેમાં, આ લોક છે દ્રવ્યોનો સમૂહું છે; અનંત આકાશદ્રવ્યના મધ્યમાં જે જીવ-અજીવ દ્રવ્ય છે તેને “લોક' કહે છે, તે “લોક” પુરુષાકારરૂપ ચૌદ રાજુ ઊંચો છે અને તેનું ઘનરૂપ ક્ષેત્રફળ કરતાં ત્રણસો તંતાળીશ રાજુ થાય છે અને તે જીવ-અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ત્યાં પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કર્યું છે અને તેના અઠ્ઠાણું જીવસમાસ કહ્યા છે, તે પછી પર્યાયિઓનું વર્ણન કર્યું છે, લોકમાં જે જીવ જ્યાં
જ્યાં રહે છે તેનું વર્ણન કરી તેની સંખ્યા, તેનું અલ્પ–બહુત્વ તથા તેનાં આયુ-કાયનું પ્રમાણ કહ્યું છે. વળી કોઈ અન્યવાદી જીવનું સ્વરૂપ અન્યપ્રકારરૂપ માને છે તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે. બહિરાભાઅંતરાત્મા-પરમાત્માનું વર્ણન કરી કહ્યું છે કે અંત:તત્ત્વ તો જીવ છે અને અન્ય બધાં બાહ્યતત્ત્વ છે એમ કહી જીવોનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ અજીવનું નિરૂપણ છે–ત્યાં પુગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય તથા કાળદ્રવ્યનું વર્ણન કર્યું છે. વળી દ્રવ્યોના પરસ્પર કાર્ય-કારણભાવનું નિરૂપણ કરી કહ્યું છે કે-બધાં દ્રવ્યો પરિણામી દ્રવ્યપર્યાયરૂપ અનેકાન્ત સ્વરૂપ છે, કારણ કે અનેકાન્ત વિના કાર્યકારણભાવ બનતો નથી અને કાર્ય-કારણભાવ વિના દ્રવ્ય શાનું? એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ કહી પછી સર્વ પદાર્થોને જાણવાવાળા પ્રત્યક્ષ-પરોક્ષસ્વરૂપ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને સાધવાવાળુ શ્રુતજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com