________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫ )
પર્યાયો છે તે પણ વિધમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિલ (વ્યર્થ) છે. ગાથા ૨૪૬માં કહ્યું છે : દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા ) ભેદ માને છે તેને કહે છે કેહૈ મૂઢ ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુતઃ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે. એમ માનતાં દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે, પણ તેમાં ધર્મધર્મીપણું ઠરતું નથી.
આગળ ‘ ધર્મ-અનુપ્રેક્ષા ’ના અધિકારમાં શ્રાવકધર્મ અને મુનિધર્મના વર્ણન પહેલાં સમ્યક્ત્વનું માહાત્મ્ય બતાવતાં ગાથા ૩૨૫માં કહ્યું છે કે-સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં સમ્યક્ત્વ ઉત્તમ યોગ છે, કારણ કે–સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ઋદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ મહાન ઋદ્ધિ છે. ઘણું શું કહીએ! સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે. ગાથા ૩ર૬માં કહ્યું છે કે-સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે, દેવોના ઇન્દ્રોથી તેમજ મનુષ્યોના ઇન્દ્રો ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે; અને વ્રત રહિત હોય તોપણ નાના પ્રકારનાં સ્વર્ગાદિકનાં ઉત્તમ સુખ પામે છે. ગાથા ૩૨૭માં કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ જીવ દુર્ગતિના કારણરૂપ અશુભ કર્મોને બાંધતો નથી, પરંતુ આગળના ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે. અહો! સમ્યક્ત્વનો એ અનુપમ મહિમા ! માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે-સર્વ પ્રથમ પોતાના સર્વસ્વ ઉપાય-ઉદ્યમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અવશ્ય અંગીકાર કરવું.
ભાષાનુવાદના કર્તા પં. જયચંદ્રજી છાવડા, આ ગ્રંથની પીઠિકા લખતાં, લખે છે કે-‘ત્યાં પ્રથમ એક ગાથામાં મંગળાચરણ કરી બે ગાથામાં બાર અનુપ્રેક્ષાનાં નામ કહ્યાં છે. ઓગણીસ ગાથાઓમાં અવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, નવ ગાથાઓમાં અશરણાનુપ્રેક્ષાનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com