________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૬૧ જઈ વિરાજમાન થાય છે. અને ત્યાં અનંત, અનુપમ, બાધારહિત, સ્વાધીન, જ્ઞાનાનંદસ્વરૂપ સુખને અનુભવે છે. અહીં લોકભાવનાનું કથન વિસ્તારપૂર્વક કરવાનો આશય એવો છે કે અન્યમતી લોકનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ તથા હિતાહિતનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા, અસત્યાર્થ અને પ્રમાણવિરુદ્ધ કહે છે. તે સાંભળી કોઈ જીવ તો વિપરીત શ્રદ્ધાન કરે છે, કોઈ સંશયરૂપ થાય છે તથા કોઈ અનધ્યવસાયરૂપ થાય છે. અને એવા વિપરીતાદિ શ્રદ્ધાનથી ચિત્ત સ્થિરતા પામતું નથી, ચિત્ત સ્થિર થયા વિના યથાર્થ ધ્યાનની સિદ્ધિ થતી નથી અને ધ્યાન વિના કર્મોનો નાશ થતો નથી. તેથી એ વિપરીતાદિ શ્રદ્ધાન દૂર થવા માટે લોકનું અને જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા અર્થે અહીં વિસ્તારપૂર્વક કથન કર્યું છે. તેને જાણી જીવાદિનું સ્વરૂપ ઓળખી પોતાના સ્વરૂપમાં ચિત્તને નિશ્ચલ સ્થિર કરી, કર્મકલંક નાશ કરી, ભવ્યજીવ મોક્ષને પ્રાપ્ત થાઓ! એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
લોકાકાર વિચારીને, સિદ્ધસ્વરૂપ ચિતાર; રાગવિરોધ વિડારીને, આતમરૂપ સંભાળ. આતમરૂપ સંભાળ, મોક્ષપુર વસો સદાહી; આધિવ્યાધિજ૨મરણ, આદિ દુઃખ દુર્વે ન કદા હી. શ્રીગુરુ શિક્ષા ધારી, ટળી અભિમાન કુશોક; મનસ્થિર કારણ આ વિચાર, “નિજરૂપ સુલોક'.
ઇતિ લોકાનુપ્રેક્ષા સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com