SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા] [ ૧૫૧ यत् जानाति जीव: इन्द्रियव्यापारकायचेष्टाभिः। तत् अनुमानं भण्यते तमपि नयं बहुविधं जानीहि।। २६७।। અર્થ - ઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાન પ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે. ભાવાર્થ- પહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સુંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન- આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે “શરીરમાં જીવ છે. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નોના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે. હવે નયના ભેદોને કહે છે:सो संगहेण एक्को दुविहो वि य दव्वपज्जुएहिंतो। तेसिं च विसेसादो णइगमपहुदी हवे णाणं ।। २६८।। सः संग्रहेन एकः द्विविधः अपि च द्रव्यपर्यायाभ्याम्। तयोः च विशेषात् नैगमप्रभृतिः भवेत् ज्ञानं ।। २६८ ।। અર્થ- તે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમન, આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે. હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છે – Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy