SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૧૩૫ છે, તેનું સ્વભાવ-વિભાવરૂપ પરિણમન છે તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. એ જ પ્રમાણે પુગલદ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગુણ છે; તે સમયે સમયે સ્વભાવ કે વિભાવરૂપે પરિણમે છે તે પર્યાય છે. એ પ્રમાણે બધાં દ્રવ્યો ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ પ્રગટ છે. હવે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય તે શું છે? તે કહે છે:पडिसमयं परिणामो पुव्वो णस्सेदि जायदे अण्णो। वत्थुविणासो पढमो उववादो भण्णदे बिदिओ।। २३८ ।। प्रतिसमयं परिणाम: पूर्व: नश्यति जायते अन्यः। वस्तुविनाशः प्रथम: उपपाद: भण्यते द्वितीयः ।। २३८ ।। અર્થ:- વસ્તુનો પરિણામ સમયે સમયે પ્રથમનો તો વિણશે છે. અને અન્ય ઊપજે છે, ત્યાં પહેલા પરિણામરૂપ વસ્તુનો તો નાશ-વ્યય છે તથા અન્ય બીજ પરિણામ ઉપજ્યો તેને ઉત્પાદ કહીએ છીએ. એ પ્રમાણે ઉત્પાદ-વ્યય થાય છે. હવે દ્રવ્યના ધ્રુવપણાનો નિશ્ચય કહે છે:णो उप्पजुदि जीवो दव्वसरूवेण णेव णस्सेदि। तं चेव दव्वमित्तं णिच्चत्तं जाण जीवस्स।। २३९ ।। नो उत्पद्यते जीवः द्रव्यस्वरूपेण नैव नश्यति। तत् च एव द्रव्यमानं नित्यत्वं जानीहि जीवस्य।। २३९ ।। અર્થ - જીવદ્રવ્ય, દ્રવ્યસ્વરૂપથી તો નથી નાશને પ્રાપ્ત થતું કે નથી ઊપજતું; તેથી દ્રવ્યમાત્રથી જીવને નિત્યપણું સમજવું. ભાવાર્થ- એ જ ધ્રુવપણું છે કે જીવ, સત્તા અને ચેતનતાથી તો ઊપજતો- વિણસતો નથી અર્થાત્ જીવ, કોઈ નવો ઊપજતો કે વિણસતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy