SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૧૩૩ માનીએ તો બ્રાહ્મણ અને ચાંડાલનો કાંઈ પણ ભેદ રહેતો નથી. ભાવાર્થ:- સર્વ જગતને એક બ્રહ્મસ્વરૂપ માનીએ તો નાનાં રૂપ (ભિન્નભિન્ન રૂપ ) ઠરતાં નથી. વળી ‘અવિધાથી નાનાં રૂપ દેખાય છે' એમ માનીએ તો એ અવિધા કોનાથી ઉત્પન્ન થઈ તે કહો ? જો ‘બ્રહ્મથી થઈ’ એમ કહો તો તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? અથવા સત્પ છે કે અસત્આપ છે? અથવા તે એકરૂપ છે કે અનેકરૂપ છે? એ પ્રમાણે વિચાર કરતાં એમાંનું કાંઈ ઠરતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત જ સિદ્ધ થાય છે અને એ જ સત્યાર્થ છે. હવે તત્ત્વને અણુમાત્ર માનવામાં દૂષણ દર્શાવે છેઃअणुपरिमाणं तच्चं अंसविहीणं च मण्णदे जदि हि । तो संबंधाभावो तत्तो वि ण कजुसंसिद्धि ।। २३५ ।। अणुपरिमाणं तत्त्वं अंशविहीनं च मन्यते यदि हि । तत् सम्बन्धाभावः ततः अपि न कार्यसंसिद्धिः।। २३५।। અર્થ:- જો એક વસ્તુ સર્વગત-વ્યાપક ન માનવામાં આવે પણ અંશરહિત, અણુપરિમાણ તત્ત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ-ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુમાત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી. ભાવાર્થ:- નિરંશ, ક્ષણિક અને નિરન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહિ; માટે વસ્તુને કંથચિત્ અંશસહિત, નિત્ય તથા અન્વયી માનવા યોગ્ય છે. હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છે: सव्वाणं दव्वाणं दव्वसरूवेण होदि एयत्तं । णियणियगुणभेण हि सव्वाणि वि होंति भिण्णाणि ।। २३६ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy