SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩૧ લોકાનુપ્રેક્ષા ] અર્થ:- પૂર્વ પરિણામયુક્ત દ્રવ્ય છે તે તો કારણભાવથી વર્તે છે તથા તે જ દ્રવ્ય ઉત્તરપરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો. ભાવાર્થ:- જેમ પિંડરૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું, ઘટરૂપે પરિણમેલ માટી તે કાર્ય છે તેમ. પૂર્વપર્યાય (પ્રથમના પર્યાય)નું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તરપર્યાયયુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો; એવો નિયમ છે. એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ. હવે જીવદ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિનિધન કાર્યકારણભાવ સાધે છે:जीवो अणाइणिहणो परिणममाणो हु णवणवं भावं। सामग्गीसु पवट्टदि कजाणि समासदे पच्छा।। २३१ ।। जीवः अनादिनिधनः परिणममानः स्फुटं नवं नवं भावम्। सामग्रीषु प्रवर्त्तते कार्याणि समाश्रयते पश्चात्।। २३१।। અર્થ - જીવદ્રવ્ય છે તે અનાદિનિધન છે અને તે નવા નવા પર્યાયોરૂપે પ્રગટ પરિણમે છે; તે પ્રથમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સામગ્રીમાં વર્તે છે પછી કાર્યને- પર્યાયને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- જેમ કોઈ જીવ પહેલાં શુભ પરિણામરૂપે પ્રવર્તે છે પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે તથા (કોઈ જીવ) પહેલાં અશુભપરિણામરૂપે પ્રવર્તે છે પછી નરકાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું. - હવે “જીવદ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને જ નવીન પર્યાયરૂપ કાર્ય કરે છે એમ કહે છે: ससरूवत्थो जीवो कञ्जु साहेदि वट्टमाणं पि। खेत्ते एकम्मि ठिदो णियदव्वे संठिदो चेव।। २३२।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy