________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે વ્યવહારકાળનું નિરૂપણ કરે છે :जीवाण पुग्गलाणं जे सुहुमा बादरा य पज्जाया। तीदाणागदभूदा सो ववहारो हवे कालो।। २२०।। जीवानां पुद्गलानां ये सूक्ष्माः बादरा: च पर्यायाः। अतीतानागतभूताः सः व्यवहार: भवेत् कालः।। २२० ।।
અર્થ - જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે તે અતીત (ભૂતકાળના) થયા, અનાગત અર્થાત્ આગામી થશે તથા વર્તમાન છે એ પ્રમાણે વ્યવહારકાળ હોય છે.
ભાવાર્થ- જીવ-પુદ્ગલના જે સ્થૂળ-સૂક્ષ્મ પર્યાય ભૂતકાળના થઈ ગયા તેમને અતીત નામથી કહ્યા, ભવિષ્યકાળના થશે તેમને અનાગત નામથી કહ્યા તથા જે વર્તે છે તેમને વર્તમાન નામથી કહ્યા. તેમને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારમાળ નામથી કહીએ છીએ. હવે જઘન્યપણે તો પર્યાયની સ્થિતિ એક સમય માત્ર છે અને મધ્યમ-ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પુદગલનો પરમાણુ મંદ ગતિએ જાય તેટલા કાળને એક સમય કહે છે. એ પ્રમાણે જઘન્યયુક્તા સંખ્યાતસમયને એક આવલી કહે છે, સંખ્યાત આવલીના સમૂહને એક ઉશ્વાસ કહે છે, સાત ઉશ્વાસનો એક સ્તોક કહે છે, સાત સ્તોકનો એક લવ કહે છે, સાડા આડત્રીસ લવની એક ઘડી કહે છે, બે ઘડીનું એક મુહૂર્ત કહે છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિદિવસ કહે છે, પંદર રાત્રિદિવસનું એક પક્ષ કહે છે, બે પક્ષનો એક માસ કહે છે, બે માસની એક ઋતુ કહે છે, ત્રણ ઋતુનું એક અયન કહે છે અને બે અયનનું એક વર્ષ કહે છે, ઇત્યાદિ પલ્યસાગર-કલ્પ આદિ વ્યવહારકાળના અનેક પ્રકાર છે.
હવે અતીત, અનાગત, વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છે :Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com