SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૧૧૩ मिच्छत्तपरिणदप्पा तिव्वकसाएण सुठु आविट्ठो। जीवं देहं एक्कं मण्णंतो होदि बहिरप्पा।।१९३।। मिथ्यात्वपरिणतात्मा तीव्रकषायेण सुष्ठु आविष्टः। जीवं देहं एकं मन्यमान: भवति बहिरात्मा।। १९३।। અર્થ:- જે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપે પરિણમ્યો હોય, તીવ્ર કષાય (અનંતાનુબંધી )થી સુખુ એટલે અતિશય યુક્ત હોય અને એ નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા કહીએ છીએ. ભાવાર્થ- બાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ-અનંતાનુબંધીકષાયના ઉદયથી થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે. હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છે :जे जिणवयणे कुसला भेदं जाणंति जीवदेहाणं। णिज्जियदुठ्ठट्ठमया अंतरअप्पा य ते तिविहा।। १९४ ।। ये जिनवचने कुशलाः भेदं जानन्ति जीवदेहयोः। निर्जितदुष्ठाष्ठमदाः अन्तरात्मानः च ते त्रिविधाः।। १९४ ।। અર્થ- જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ ( ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા છે, અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે. ભાવાર્થ- જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ અને દેહના સ્વરૂપને ભિન્ન ભિન્ન જાણે છે તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy