________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૫ जीवो णाणसहावो जह अग्गी उण्हओ सहावेण। अत्यंतरभूदेण हि णाणेण ण सो हवे णाणी।। १७८ ।। जीवः ज्ञानस्वभावः यथा अग्निः उष्णः स्वभावेन। अर्थान्तरभूतेन हि ज्ञानेन न सः भवेत् ज्ञानी।। १७८ ।।
અર્થ:- જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે જ્ઞાનસ્વભાવ છે; તેથી અર્થાન્તરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશરૂપ જ્ઞાનથી જ્ઞાની નથી.
ભાવાર્થ- નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો પ્રદેશભેદ માની કહે છે કે “આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય તથા સંસર્ગથી એક થયું છે તેથી તેને જ્ઞાની કહીએ છીએ; જેમ ધનથી ધનવાન કહીએ છીએ તેમ.” પણ આમ માનવું તે અસત્ય છે. આત્મા અને જ્ઞાનને, અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદભાવ છે તેવો, તાદાભ્યભાવ છે.
હવે ( ગુણ- ગુણીને) ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છે:जदि जीवादो भिण्ण सव्वपयारेण हवदि तं णाणं। गुणगुणिभावो य तदा दूरेण पणस्सदे दुण्हं।। १७९ ।।
यदि जीवतः भिन्नं सर्वप्रकारेण भवति तत् ज्ञानं। गुणगुणिभावः च तदा दूरेण प्रणश्यते द्वयोः।। १७९ ।।
અર્થ- જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com