________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જીવનું લોકપ્રમાણપણું અને દેહપ્રમાણપણું કહે છેઃलोयपमाणो जीवो देहपमाणो वि अच्छदे खेत्ते। उग्गाहणसत्तीदो संहरणविसप्पधम्मादो।।१७६।। लोकप्रमाणः जीवः देहप्रमाण: अपि आस्ते क्षेत्रे। अवगाहनशक्तितः संहरणविसर्पधर्मात्।।१७६ ।।
અર્થ- જીવ લોકપ્રમાણ છે. વળી દેહપ્રમાણ પણ છે; કારણ કે તેમાં સંકોચ- વિસ્તારધર્મ હોવાથી એવી અવગાહનશક્તિ તેમાં છે.
ભાવાર્થ- લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. કેવલસમુદ્રઘાત કરે તે વેળા તે લોકપૂરણ થાય છે. વળી સંકોચ-વિસ્તારશક્તિ તેમાં છે તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે છે અને સમુદ્દઘાત કરે ત્યારે તેના પ્રદેશ દેહથી બહાર પણ નીકળે છે.
હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ કરે છે - सव्वगओ जदि जीवो सव्वत्थ वि दुक्खसुक्खसंपत्ती। जाइज्जु ण सा दिट्ठी णियतणुमाणो तदो जीवो।। १७७।।
सर्वगतः यदि जीवः सर्वत्र अपि दुःखसुखसम्प्राप्तिः। जायते न सा दृष्टि: निजतनुमान: ततः जीवः।। १७७।।
અર્થ - જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્ર સંબંધી સુખદુઃખની પ્રાપ્તિ તેને હોય પણ એમ તો જોવામાં આવતું નથી. પોતાના શરીરમાં જ સુખ-દુઃખની પ્રાપ્તિ જોઈએ છીએ; તેથી પોતાના શરીરપ્રમાણ જ જીવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com