SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૯૯ હવે દેવ-ના૨કીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃदेवाण णारयाणं सायरसंखा हवंति तेत्तीसा । उक्किद्वं च जहण्णं वासाणं दस सहस्साणि ।। १६५ ।। देवानां नारकाणां सागरसंख्या भवन्ति त्रयस्त्रिंशत् । ઉત્કૃષ્ટ च जघन्यं वर्षाणां दशसहस्त्राणि ।। १६५ ।। અર્થ:- દેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે. ભાવાર્થ:- આ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે. વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રન્થોથી જાણવું. હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના દસ ગાથામાં કહે છે: अंगुलअसंखभागो एयक्खचउक्कदेहपरिमाणं। जोयणसहस्समहियं पउमं उक्कस्सयं जाण ।। १६६ ।। अङ्गुलासंख्यातभागः एकाक्षचतुष्कदेहपरिमाणम् । योजनसहस्त्रं अधिकं पद्मं उत्कृष्टकं जानीहि ।। १६६ ।। અર્થ:- એકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાસ-અપર્યાપ્તનું શરી૨ નાનું-મોટું છે તોપણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યણે કહ્યું છે. વિશેષ શ્રી ગોમ્મટસારથી જાણવું. વળી અંગુલ ( નું માપ ) ઉત્સેધ અંગુલ-આઠ યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર યોજન છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy