________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ- બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થ- પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ નથી.
હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવતપર્વત માફક છે એમ કહે છે:माणुसखिंत्तस्स बहिं चरिमे दीवस्स अद्धयं जाव। सव्वत्थे वि तिरिच्छा हिमवदतिरिएहिं सारिच्छा।।१४३।। मनुष्यक्षेत्रस्य बहि: चरमे द्वीपस्य अर्द्धकं यावत्। सर्वत्र अपि तीर्यञ्च: हैमवततिर्यग्भिः सदृशाः।। १४३।।
અર્થ - મનુષ્યક્ષેત્રની બહાર-માનુષોત્તર પર્વતની પેલી બાજુથી અંતના સ્વયંપ્રભદ્વીપના અધ ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે બધાં હૈમવત્ ક્ષેત્રનાં તિર્યંચો જેવાં છે.
ભાવાર્થ- હેમવક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને ત્યાંના તિર્યંચોના આયુષ્ય-કાય હેમવતક્ષેત્રનાં તિર્યંચો જેવાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com