________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૬૭
દ્રવ્યવનિમિત્તાનાં ભાવાનાન દેતુતાન તિ'' (અજ્ઞાન) મિથ્યાદષ્ટિ જીવ, (દ્રવ્યવર્મ) જે ધારાપ્રવાહરૂપ નિરન્તર બંધાય છે-પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કમપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બધ્યબન્ધકભાવ પણ છે, -તેમના (નિમિત્તાનાં) બાહ્ય કારણરૂપ છે (ભાવનામ) મિથ્યાષ્ટિના મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જે અશુદ્ધ પરિણામ, [ ભાવાર્થ આમ છે કે-જેમ કળશરૂપે મૃત્તિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાયકરૂપ નથી તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુદ્ગલદ્રવ્ય સ્વયં વ્યાયવ્યાયકરૂપ છે, તોપણ જીવના અશુદ્ધ ચેતનારૂપ મોહ–રાગ-દ્વેષાદિ પરિણામ બાહ્ય નિમિત્તકારણ છે, વ્યાપ્ય-વ્યાપકરૂપ તો નથી.] તે પરિણામોના (હેતુતમ્) કારણપણે (પતિ) પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે “જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચારમાત્ર કર્મબંધનું કારણ થાય છે, પરંતુ એમ તો નથી. પોતે સ્વયં મોહ-રાગ-દ્વેષઅશુદ્ધચેતના પરિણામરૂપ પરિણમે છે તેથી કર્મનું કારણ છે. મિથ્યાદષ્ટિ જીવ અશુદ્ધરૂપ જે રીતે પરિણમે છે. તે કહે છે- “જ્ઞાનમયમાવાનામ ભૂમિel: પ્રાણ'' (જ્ઞાનમય ) મિથ્યાત્વજાતિરૂપ છે (ભાવાનામ) કર્મના ઉદયની અવસ્થા તેમની, (ભૂમિકા:) જેને પામતાં અશુદ્ધ પરિણામ થાય છે એવી સંગતિને (પ્રાણ) પામી મિથ્યાદષ્ટિ જીવ અશુદ્ધ પરિણામરૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યકર્મ અનેક પ્રકારનું છે, તેનો ઉદય અનેક પ્રકારનો છે. એક કર્મ એવું છે જેના ઉદયે શરીર થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે મન-વચન-કાય થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે સુખ-દુઃખ થાય છે. આમ અનેક પ્રકારનાં કર્મોનો ઉદય હોતાં મિથ્યાષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી રાગ-દ્વેષ-મોહપરિણામ થાય છે, તેમનાથી નૂતન કર્મબંધ થાય છે. તેથી મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કર્તા છે. જેથી મિથ્યાદષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી તેથી કર્મના ઉદય-કાર્યને પોતારૂપ અનુભવે છે. જેમ મિથ્યાષ્ટિને કર્મનો ઉદય છે તેમ જ સમ્યગ્દષ્ટિને પણ છે; પરન્તુ સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તેથી કર્મના ઉદયને કર્મજાતિરૂપ અનુભવે છે, પોતાને શુદ્ધસ્વરૂપ અનુભવે છે; તેથી કર્મના ઉદયમાં રંજિત થતો નથી, તેથી મોરાગ-દ્વેષરૂપ પરિણમતો નથી, તેથી કર્મબંધ થતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ અશુદ્ધ પરિણામનો કર્તા નથી.-આવો વિશેષ છે. ર૩-૬૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com