________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(ઉન્નતિ) પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે. કહેવામાં પણ “ઊનું પાણી” એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે. બીજું દૃષ્ટાન્ત ‘‘વિ લવણામે વ્યુવાસ: જ્ઞાનોત ઉત્તસતિ'' (વ) જેમ (નવ) ખારો રસ, તેના (સ્વામે) વ્યંજનથી ભિન્નપણા વડે “ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી (સુવાસ:) “વ્યંજન ખારું' એમ કહેવાતું જણાતું તે છૂટયું; (આવું ) (જ્ઞાનાત) નિજ સ્વરૂપના જાણપણા દ્વારા (ઉત્તતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં “ખારું વ્યંજન’ એમ કહેવાય છે, જણાય પણ છે; સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. ૧૫-૬).
(અનુષ્ટ્રપ )
अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।।१६-६१।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વં માત્મા માત્મભાવસ્થ વાર્તા સ્થાન'' (વે) સર્વથા પ્રકારે (માત્મા) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (માત્મભાવસ્થ ર્તા ચાત) પોતાના પરિણામનો કર્તા હોય છે, ““પરમાવસ્ય વેર્તા જ વિત ચાતુ'' (પરમાવસ્ય) કર્મરૂપ અચેતન પુદગલદ્રવ્યનો (હર્તા વિત ન ચીત) કયારેય ત્રણે કાળે કર્તા હોતો નથી. કેવો છે આત્મા? “ “જ્ઞાન” પિ માત્માનમ ર્વન'' (જ્ઞાનમ) શુદ્ધ ચેતનમાત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા (૨) તે-રૂપ પણ (માત્માનમ્ ર્વન) પોતે તદ્રુપે પરિણમે છે. વળી કેવો છે? “ “જ્ઞાન” ( શાત્માનમ ફર્વન'' (ગામ) અશુદ્ધ ચેતનારૂપ વિભાવપરિણામ (પ) તે રૂપ પણ (માત્માનમ્ ર્વન) પોતે તદ્રુપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે; તોપણ પુદગલપિંડરૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી. ‘‘લગ્નસા'' સમસ્તપણે આવો અર્થ છે. ૧૬-૬૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com