________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ-અધિકાર
રસ, ગંધ અને સ્પર્શથી (સહિત:) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલદ્રવ્ય એવું પણ છે; (તથા વિરહિત: ) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચા૨ દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦-૪૨.
(વસંતતિલકા )
जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति । । ११- ४३ ।।
૪૫
..
..
ખંડાન્વય સહિત અર્થ:- ‘ જ્ઞાની નન: લક્ષળત: નીવાત્ અનીવમ્ વિભિન્ન કૃતિ સ્વયં અનુમવતિ'' (જ્ઞાની નન:) સમ્યગ્દષ્ટિ જીવ, ( લક્ષળત:) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (નીવાત્) જીવદ્રવ્યથી (અનીવર્)અજીવદ્રવ્ય-પુદ્દગલ આદિ (વિભિન્ન) સહજ જ ભિન્ન છે, (કૃતિ) આ પ્રકારે (સ્વયં) સ્વાનુભવપ્રત્યક્ષપણે (અનુભવત્તિ) આસ્વાદ કરે છે. કેવો છે જીવ? ‘ઉર્જાસત્તમ્'’ પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. ' तत् तु अज्ञानिनः अयं मोहः कथम् अहो नानटीति बत" (તત્ તુ) આમ છે તો પછી (અજ્ઞાનિન:)મિથ્યાદષ્ટિ જીવને (અયં) જે પ્રગટ છે એવો (મોહ:) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (થમ્ નાનટીતિ) કેમ પ્રવર્તી રહ્યો છે (વ્રત હો) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ–અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાદષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? ‘‘નિરવધિપ્રવિøમ્મિતઃ '' (નિરવધિ) અનાદિ કાળથી (પ્રવિષ્કૃમ્મિત:) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧-૪૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com