________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
જાણું, પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેણે છેડો પકડીને કહ્યું કે “આ વસ્ત્ર તો મારું છે,” ફરીને કહ્યું કે “મારું જ છે,” આમ સાંભળતાં તે પુરુષ ચિહ્ન તપાસ્યું અને જાણ્યું કે “મારું ચિહ્ન તો મળતું નથી, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે,” તેને આવી પ્રતીતિ થતાં ત્યાગ થયો ઘટે છે, વસ્ત્ર પહેરેલું જ છે તોપણ ત્યાગ ઘટે છે, કેમ કે
સ્વામિત્વપણું છૂટી ગયું છે, તેવી રીતે અનાદિ કાળથી જીવ મિથ્યાષ્ટિ છે તેથી કર્મસંયોગજનિત છે જે શરીર, દુઃખસુખ, રાગદ્વેષ આદિ વિભાવપર્યાયો તેમને પોતાનાં જ કરીને જાણે છે અને તે રૂપે જ પ્રવર્તે છે, હેયઉપાદેય જાણતો નથી; આ પ્રમાણે અનંત કાળ ભ્રમણ કરતાં જ્યારે થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છે-ઉપદેશ એવો છે કે “હે જીવ! જેટલાં છે જે શરીર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ-મોહ, જેમને તું પોતાનાં કરીને જાણે છે અને એમાં રત થયો છે તે તો સઘળાંય તારાં નથી, અનાદિ કર્મસંયોગની ઉપાધિ છે–ત્યારે એવું વારંવાર સાંભળતાં જીવવસ્તુનો વિચાર ઊપજ્યો કે “જીવનું લક્ષણ તો શુદ્ધ ચિતૂપ છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી, કર્મસંયોગની ઉપાધિ છે; આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવભાવોનો ત્યાગ છે; શરીર, સુખ, દુઃખ જેમ હતાં તેમ જ છે, પરિણામોથી ત્યાગ છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે, આનું જ નામ સમ્યકત્વ છે. આ પ્રમાણે દષ્ટાન્તની માફક]–ઊપજી છે દષ્ટિ અર્થાત્ શુદ્ધ ચિકૂપનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે (મનવમ) અનાદિ કાળથી ચાલ્યા આવતા (વૃત્તિમ) જે કર્મપર્યાય સાથે એત્વપણાના સંસ્કાર તેરૂપે (ન લવતરતિ) પરિણમતો નથી. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જેટલાં પણ શરીર, સુખ, દુઃખ, રાગ, દ્વેષ, મોહ છે તેમની ત્યાગબુદ્ધિ કંઈક અન્ય છેકારણરૂપ છે તથા શુદ્ધ ચિતૂપમાત્રનો અનુભવ કંઈક અન્ય છે-કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ, દ્વેષ, મોહ, શરીર, સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ-શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે. ૨૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com