________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
જ મોટપ કહી છે. વળી કેવા છે તીર્થકરો? “જે રૂપેણ નનમનો મુwાન્તિ'' (૧) તીર્થકરો (પેન) શરીરની શોભાથી (જન) જેટલાં દેવ-મનુષ્ય-તિર્યંચ-એ બધાંના (મન:) અંતરંગને (મુત્તિ ) ચોરી લે છે. ભાવાર્થ આમ છે કે જીવો તીર્થકરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ નૈલોકયમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા; એવા તે તીર્થકરો છે. અહીં પણ શરીરની મોટપ કરી છે. વળી કેવા છે તીર્થકરો? ““શે ત્રેિન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત સુરઉં અમૃતં ક્ષરન્ત:'' (૨) તીર્થંકરદેવો (દિવ્યેન) સમસ્ત ગૈલોકયમાં ઉત્કૃષ્ટ એવી (ધ્વનિના) નિરક્ષરી વાણી વડે (શ્રવણયો:) સર્વ જીવોની કર્મેન્દ્રિયોમાં (સાક્ષા) તત્કાળ (સુરવં ) સુખમય શાન્તરસને (ક્ષત્ત:) વરસાવે છે. ભાવાર્થ આમ છે કે તીર્થકરની વાણી સાંભળતાં સર્વ જીવોને વાણી રુચે છે, જીવો બહુ સુખી થાય છે; તીર્થકરો એવા છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થકરો? “ “ અષ્ટસઝનલ ધરા:' (અણસહસ્ર) આઠ અધિક એક હજાર (નક્ષTધરા:) શરીરનાં ચિહ્નો સહજ જ ધારણ કરે છે; એવા તીર્થકરો છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, કમળ, મગર, મચ્છ, ધ્વજા ઇત્યાદિરૂપ આકૃતિવાળી રેખાઓ હોય છે, જે સમસ્ત ગણતાં એક હજાર ને આઠ થાય છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થકરો ? “ “સૂરય:'' મોક્ષમાર્ગના ઉપદેખા છે. અહીં પણ શરીરની મોટપ છે. આથી જીવ-શરીર એક જ છે એવી મારી પ્રતીતિ છે, એવું કોઈ મિથ્યામતવાદી માને છે. તેનો ઉત્તર આમ પ્રમાણે આગળ કહેશે : ગ્રંથકર્તા કહે છે કે વચનવ્યવહારમાત્રથી જીવ-શરીરનું એકપણું કહેવાય છે. આથી એમ કહ્યું છે કે જે શરીરનું સ્તોત્ર છે તે તો વ્યવહારમાત્રથી જીવનું સ્તોત્ર છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં જીવ-શરીર ભિન્ન ભિન્ન છે. તેથી જેવું સ્તોત્ર કહ્યું છે તે નિજ નામથી જૂઠું છે (અર્થાત્ તેનું નામ સ્તોત્ર ઘટિત થતું નથી), કેમ કે શરીરના ગુણ કહેતાં જીવની સ્તુતિ થતી નથી, જીવના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં (જીવની) સ્તુતિ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી જ રીતે શરીરનો સ્વામી જીવ છે તેથી શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. ઉત્તર આમ છે કે એ રીતે સ્તુતિ થતી નથી; રાજાના નિજ ગુણની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી રીતે જીવના નિજ ચૈતન્યગુણની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. તે જ કહે છે. ૨૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com