________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ખંડાન્વય સહિત અર્થ:- “મણિ મૂર્તે પાર્શ્વવર્તી ભવ, અથ મુહૂર્ત પૃથ અનુમવ'' (વિ) હે ભવ્યજીવ! (મૂર્ત) શરીરથી (પાર્શ્વવર્તી) ભિન્નસ્વરૂપ (નવ) થા. ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી જીવદ્રવ્ય (શરીર સાથે ) એકસંસ્કારરૂપ થઈને ચાલ્યું આવે છે, તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે કે હે જીવ! આ જેટલા શરીરાદિ પર્યાયો છે તે બધા પુદ્ગલકર્મના છે, તારા નથી; તેથી આ પર્યાયોથી પોતાને ભિન્ન જાણ. (થ) ભિન્ન જાણીને (મુહૂર્તમ) થોડોક કાળ (પૃથવ) શરીરથી ભિન્ન ચેતનદ્રવ્યરૂપે (અનુમવ) પ્રત્યક્ષપણે આસ્વાદ કર. ભાવાર્થ આમ છે કે શરીર તો અચેતન છે, વિનશ્વર છે, શરીરથી ભિન્ન કોઈ તો પુરુષ (આત્મા) છે એવું જાણપણું-એવી પ્રતીતિ મિથ્યાદષ્ટિ જીવોને પણ હોય છે, પરંતુ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. જ્યારે જીવદ્રવ્યનો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર છે, સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ પણ છે. કેવો છે અનુભવશીલ જીવ? “ “તત્વવેતૂહની સન'' (તત્વ) શુદ્ધ ચૈતન્યવહુના (કૌતૂહની સન) સ્વરૂપને જોવા ઇચ્છે છે એવો થયો થકો. વળી કેવો થઈને? ““વરથમ મૃત્વ'' (વરથમf) કોઈ પણ પ્રકારે-કોઈપણ ઉપાય, (મૃત્યુ) મરીને પણ, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજસાધ્ય છે, યત્નસાધ્ય તો નથી, પરંતુ આટલું કહીને અત્યંત ઉપાદેયપણું દઢ કર્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાનમાત્ર છે, તેનાથી શું કોઈ કાર્યસિદ્ધિ છે? તે પણ ઉપદેશ દ્વારા કહે છે-“ચેન મૂલ્ય સાવન પર્વમોદન નિતિ નસિ'' (પેન) જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે (મૂલ્ય સામ્) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્માત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે (પૂર્વમોહમ્) એકસંસ્કારરૂપ-“હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું” ઇત્યાદિરૂપ, “હું સુખી છું, હું દુઃખી છું” ઇત્યાદિરૂપ, “હું ક્રોધી છું, હું માની છું” ઇત્યાદિરૂપ, તથા “હું યતિ છું, હું ગૃહસ્થ છું' ઇત્યાદિરૂપ-પ્રતીતિ એવો છે મોહ અર્થાત્ વિપરીતપણે તેને (ક્ષતિ) અનુભવ થતાં વેંત જ (ત્યનસ) હે જીવ! પોતાની બુદ્ધિથી તું જ છોડીશ. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાનમાત્ર વસ્તુ છે, એકત્વમોહ મિથ્યાત્વરૂપ દ્રવ્યના વિભાવપરિણામ છે, તોપણ એમને (અનુભવને અને મિથ્યાત્વના મટવાને) આપસમાં કારણકાર્યપણું છે. તેનું વિવરણ-જે કાળે જીવને અનુભવ થાય છે તે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com