________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૨૩
શુદ્ધ (માત્મા) ચેતનદ્રવ્ય (નાત્મના) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ આદિ સમસ્ત વિભાવપરિણામોની (સવમ) સાથે (તાવસ્થિવૃત્તિમ) જીવ અને કર્મના બંધાત્મક એકત્રસંબંધરૂપે (વવા9િ) કોઈ પણ અતીત, અનાગત અને વર્તમાન સંબંધી (વાલે ) સમય, ઘડી, પ્રહર, દિવસ કે વર્ષે (થમf) કોઈ પણ રીતે ( તિ) નથી રહેતું. ભાવાર્થ આમ છે કે:-જીવદ્રવ્ય ધાતુ અને પાષાણના સંયોગની પેઠે પુદ્ગલકર્મોની સાથે મળેલું જ ચાલ્યું આવે છે, અને મળેલું હોવાથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવચેતનપરિણામે પરિણમતું જ આવે છે. એમ પરિણમતાં એવી દશા નીપજી કે જીવદ્રવ્યનું નિજસ્વરૂપ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ અને કેવળવીર્ય, તેનાથી આ જીવદ્રવ્ય ભ્રષ્ટ થયું તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામે પરિણમતાં જ્ઞાનપણું પણ છૂટી ગયું; જીવનું નિજ સ્વરૂપ અનંત ચતુષ્ટય છે, શરીર, સુખ, દુ:ખ, મોહ, રાગ, દ્વેષ ઇત્યાદિ બધું પુદ્ગલકર્મની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી–એવી પ્રતીતિ પણ છૂટી ગઈ. પ્રતીતિ છૂટતાં જીવ મિથ્યાષ્ટિ થયો; મિથ્યાદષ્ટિ થયો થકો જ્ઞાનાવરણાદિ કર્મબંધકરણશીલ થયો. તે કર્મબંધનો ઉદય થતાં જીવ ચારે ગતિઓમાં ભમે છે. આ પ્રકારે સંસારની પરિપાટી છે. આ સંસારમાં ભ્રમણ કરતાં કોઈ ભવ્ય જીવનો જ્યારે નિકટ સંસાર આવી જાય છે ત્યારે જીવ સમ્યકત્વ ગ્રહણ કરે છે. સમ્યકત્વ ગ્રહણ કરતાં પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય મટે છે તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટે છે. વિભાવપરિણામ મટતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે. આવી સામગ્રી મળતાં જીવદ્રવ્ય પુદ્ગલકર્મથી તથા વિભાવપરિણામથી સર્વથા ભિન્ન થાય છે. જીવદ્રવ્ય પોતાના અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થાય છે. દષ્ટાંત આમ છે કે જેવી રીતે સુવર્ણધાતુ પાષાણમાં જ મળેલી ચાલી આવે છે તોપણ અગ્નિનો સંયોગ પામીને પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે. ર૨.
(માલિની)
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com