________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૧૫
“ધ્રુવ'' ચારે ગતિમાં ભમતો અટકી ગયો. વળી કેવો છે? ““તેવ:'' ત્રૈલોકયથી પૂજ્ય છે. વળી કેવો છે? “ “સ્વયં શાશ્વત:' દ્રવ્યરૂપ વિધમાન જ છે. વળી કેવો થાય છે? “માત્માનુમવૈવે|ગદિન'' (માત્મ) ચેતન વસ્તુના (અનુમવ) પ્રત્યક્ષપણે આસ્વાદથી (4) અદ્વિતીય (૧૫) ગોચર છે (મહિમા) મોટપ જેની એવો છે. ભાવાર્થ આમ છે કે જીવનો જેમ એક જ્ઞાનગુણ છે તેમ એક અતીન્દ્રિય સુખગુણ છે; તે સુખગુણ સંસાર-અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી, અશુદ્ધપણું જતાં પ્રગટ થાય છે. તે સુખ અતીન્દ્રિય પરમાત્માને હોય છે. તે સુખને કહેવા માટે કોઈ દષ્ટાન્ત ચારે ગતિઓમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુ:ખરૂપ છે; તેથી એમ કહ્યું કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મારૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે, કેમ કે શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ છે-એવો ભાવ સૂચવ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે? ઉત્તર આમ છે કે શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. ‘‘વિત ય િવોfપ સુધી: મન્ત: યતિ'' (વિન) નિશ્ચયથી (યતિ) જો (: ) કોઈ જીવ (મન્ત: વસંયતિ) શુદ્ધસ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. કેવો છે જીવ? (સુઘી:) શુદ્ધ છે બુદ્ધિ જેની. શું કરીને અનુભવે છે? “ “મસ વન્ધ નિર્મિ'' (રમા) તત્કાળ (વધું) દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મના (નિર્મા) ઉદયને મિટાવીને અથવા મૂળથી સત્તા મિટાવીને, તથા “ “દતાત્ મોડું વ્યાદત્ય'' (દવા) બળથી (મોઢું) મિથ્યાત્વરૂપ જીવના પરિણામને (વ્યહિત્ય) મૂળથી ઉખાડીને. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળનો મિથ્યાદષ્ટિ જ જીવ કાળલબ્ધિ પામતાં સમ્યકત્વના ગ્રહણકાળ પહેલાં ત્રણ કરણો કરે છે; તે ત્રણ કારણો અન્તર્મુહૂર્તમાં થાય છે; કરણો કરતાં દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મની શક્તિ મટે છે; તે શક્તિ મટતાં ભાવમિથ્યાત્વરૂપ જીવના પરિણામ માટે છે; જેમ ધતૂરાના રસનો પાક મટતાં ઘેલછા મટે છે તેમ. કેવો છે બંધ અથવા મોહ? “ “ભૂત માન્તમ મૂતમ્ વ'' (વ) નિશ્ચયથી (મૂત) અતીત કાળસંબંધી, (માન્ત ) વર્તમાન કાળસંબંધી, (મૂતમ્) આગામી કાળસંબંધી. ભાવાર્થ આમ છે-ત્રિકાળ સંસ્કારરૂપ છે જે શરીરાદિ સાથે એકત્વબુદ્ધિ, તે મટતાં જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. ૧૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com