________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અજ્ઞાન) પૂર્વોક્ત એકાન્તવાદમાં (વિમૂઢાનાં) મગ્ન થયા છે જે મિથ્યાદષ્ટિ જીવો તેમને. ભાવાર્થ આમ છે કે સ્યાદ્વાદ એવો પ્રમાણભૂત છે કે જેને સાંભળતાં માત્ર જ એકાન્તવાદી પણ અંગીકાર કરે છે. કેવો છે સ્યાદ્વાદ? ‘‘આત્મતત્ત્વમ્ જ્ઞાનમાત્ર પ્રસાધયન્’' (આત્મતત્ત્વમ્) જીવદ્રવ્યને (જ્ઞાનમાત્ર) ચેતના-સર્વસ્વ (પ્રજ્ઞાધયન્) એમ પ્રમાણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સ્યાદ્વાદ સાધી શકે છે, એકાન્તવાદી સાધી શકતો નથી. ૧૬-૨૬૨.
૨૫૦
સમયસાર-કલશ
(અનુષ્ટુપ )
एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम् । अलंध्यशासनं जैनमनेकान्तो व्यवस्थितः ।। १७-२६३ ॥
..
ખંડાન્વય સહિત અર્થ:- ‘વં અનેળાન્ત: વ્યવસ્થિત:'' (પુર્વ) આટલું કહેવાથી (અનેાન્ત:) અનેકાન્તને અર્થાત્ સ્યાદ્વાદને ( વ્યવસ્થિત:) કહેવાનું આરંભ્યું હતું તે પૂર્ણ થયું. કેવો છે અનેકાન્ત ? ‘સ્વ સ્વયમ્ વ્યવસ્થાપયન્'' (સ્વ) અનેકાન્તપણાને ( સ્વયમ્) અનેકાન્તપણા વડે (વ્યવસ્થાપયન્) બળજોરીથી પ્રમાણ કરતો થકો. શાના સહિત ? ‘ ‘તત્ત્વવ્યવસ્થિત્યા'' જીવના સ્વરૂપને સાધવા સહિત. કેવો છે અનેકાન્ત ? ‘‘ જૈનમ્'' સર્વજ્ઞવીતરાગપ્રણીત છે. વળી કેવો છે? ‘‘અનંધ્યશાસનં’' અમિટ ( –અટળ ) છે ઉપદેશ જેનો, એવો છે. ૧૭–૨૬૩.
:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com