________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૧૩
કાળથી (વિમુમ) રહિત છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવવસ્તુનો આદિ પણ નથી, અંત પણ નથી. જે આવું સ્વરૂપ સૂચવે તેનું નામ શુદ્ધનય છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘વિની સંવત્પવિત્પનાનં'' (વિનીન) વિલય થઈ ગયા છે (સંવ7) રાગાદિ પરિણામ અને (વિવેન્ય) અનેક નવિકલ્પરૂપ જ્ઞાનના પર્યાય જેને એવી છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત સંકલ્પ-વિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ સમ્યકત્વ છે. વળી કેવી છે શુદ્ધ જીવવસ્તુ? “ “પરમાવમિનમ'' રાગાદિ ભાવોથી ભિન્ન છે. વળી કેવી છે?
બાપૂન'' પોતાના ગુણોથી પરિપૂર્ણ છે. વળી કેવી છે? “ “માત્મભાવ'' આત્માનો નિજ ભાવ છે. ૧૦.
(માલિની)
न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।।
ખંડાન્વય સહિત અર્થ- ‘‘નાત્ તમેવ સ્વમાન સચવ૬ અનુમવતુ'' (નાત) સર્વ જીવરાશિ (તમ વ) નિશ્ચયથી પૂર્વોક્ત (સ્વભાવમ) શુદ્ધ જીવવસ્તુને (સમ્ય) જેવી છે તેવી (અનુમવત) પ્રત્યક્ષપણે સ્વસંવેદનરૂપ આસ્વાદો. કેવો થઈને આસ્વાદો? ““લપતિમોદીન્ય'' (૧પતિ) ટળી ગઈ છે (મોદીમૂચ) શરીરાદિ પદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ જેની એવો થઈને. ભાવાર્થ આમ છે કે સંસારી જીવને સંસારમાં વસતાં અનંત કાળ ગયો. શરીરાદિ પરદ્રવ્ય-સ્વભાવ હતો, પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ચો તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? ““સમન્તાત્ દ્યોતમાન'' (સમત્તાત્) સર્વ પ્રકારે (દ્યોતમાન) પ્રકાશમાન છે. ભાવાર્થ આમ છે કે અનુભવગોચર થતાં કાંઈ ભ્રાંતિ રહેતી નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધસ્વરૂપ કહ્યો અને તે એવો જ છે, પરંતુ રાગદ્વેષમોહરૂપ પરિણામોને અથવા સુખદુઃખાદિરૂપ પરિણામોને કોણ કરે છે?કોણ ભોગવે છે? ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે તો જીવ કરે છે અને જીવ ભોગવે છે, પરંતુ આ પરિણતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com