________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૩૭
(શાર્દૂલવિક્રીડિત)
प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति। स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति।।६-२५२ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ એવો છે કે જે પર્યાયમાત્રને વસ્તુરૂપ માને છે, તેથી જ્ઞયને જાણતાં શેયાકાર પરિણમ્યો છે જે જ્ઞાનનો પર્યાય, તેનું શેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે, યથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુને માનતો નથી. આથી એવો ભાવ પ્રાપ્ત થાય છે કે પરદ્રવ્યના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. તેના ભેદ ચાર છે : જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે અસ્તિ, ક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ, સ્વભાવપણે અસ્તિ; પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, પરકાળપણે નાસ્તિ, પરભાવપણે નાસ્તિ. તેમનું લક્ષણ : સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિનો પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે. ““પશુ: નશ્યતિ'' એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ જીવસ્વરૂપને સાધી શકતો નથી. કેવો છે? “ “પરિત: શૂન્ય:'' સર્વ પ્રકારે તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. શા કારણથી? ““સ્વદ્રવ્યાનવનોન'' (સ્પદ્રવ્ય) નિર્વિકલ્પ વસ્તુમાત્રની (નવસોનેન) પ્રતીતિ કરતો નથી તે કારણથી. વળી કેવો છે? ““પ્રત્યક્ષ નિરિવતરર૫રદ્રવ્યાસ્તિતાવન્વિત:''(પ્રત્યક્ષ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com